પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
શ્રેષ્ઠીકન્યા અસામાન્યા



સિરાજ ઉદ્દૌલ્લાના રાજ્યમાં મુર્શિદાબાદ નગરમાં મહેતાબ ચંદ નામનો એક પ્રસિદ્ધ શેઠ રહેતો હતો. તેને અસામાન્યા નામની એક ઘણી જ સુંદર કન્યા હતી. એનું સૌંદર્ય અનુપમ હતું. દુર્ભાગ્યે સિરાજઉદ્દૌલ્લાની પાપી દૃષ્ટિ તેના ઉપરજ પડી, તેના સૌંદર્યથી એ તરતજ મુગ્ધ થઈ ગયો; પણ મહેતાબચંદ આખા હિંદુસ્તાનમાં એક પ્રતિષ્ઠિત અને વગવસીલાવાળો શાહુકાર હતો, એટલે ખુલ્લી રીતે તેનું હરણ કરવાની સિરાજઉદ્દોલ્લાની હિંમત ચાલી નહિ. પરંતુ સ્ત્રીના સૌંદર્યમાં મુગ્ધ થઈ ગયા પછી કામી મનુષ્યને હાથે કેવાં કેવાં હાસ્યાસ્પદ કૃત્યો થઈ શકે છે, તેનું ઠેકાણું નથી. અસામાન્યાનું સૌંદર્ય જોયાથી નવાબ એટલો બધો અધીરો થઈ ગયો કે, એણે એક દિવસ સ્ત્રીનો વેશ લીધો અને એ વેશમાં જે મહેલમાં અસામાન્યા રહેતી હતી, ત્યાં પ્રવેશ કર્યો. તેણે સ્ત્રીવેશ ધારણ કરેલ હોવાથી, ઠેઠ અંતઃપુરમાં જતાં તેને કાંઈ અડચણ પડી નહિ. પહેલાં તો અસામાન્યાનું સૌંદર્ય જોઈનેજ સંતોષ માનવાનો કદાચ તેનો વિચાર હશે, પણ જ્યારે એ પાસે ગયો અને તેના મનોહારી રૂપનું પ્રત્યક્ષ અવલોકન કર્યું, ત્યારે તેને ભાન રહ્યું નહિ. પોતે જગતશેઠના ઘરમાં છે, એ વાત એ બિલકુલ વીસરી ગયો અને અસામાન્યાને આલિંગન આપવા તૈયાર થયો. એને પોતાની સામે ધસી આવતો જોઈને જ અસામાન્યા ગભરાઈ ગઈ અને પોતાના પતિ પાસે જઈને એ ભયંકર બનાવની ખબર આપી. એ ખબર સાંભળતાંજ તેના પતિના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તે તરત એ સ્ત્રીવેશધારી નવાબને પકડવા દોડ્યોયો. નવાબ એને જોઈને નાઠો, પણ અસામાન્યાના પતિએ તેને પકડી પાડીને જોડાનો ખૂબ માર માર્યો. નવાબને એ જાનથી જ મારી નાખત, પણ મહામહેનતે નવાબ તેના હાથમાંથી છટકીને જીવ લઈને નાસી ગયો; પરંતુ એ વણિકને હાથે પોતાનું જે અત્યંત અપમાન થયું હતું, તેનો ઘા તેના હૃદયમાંથી રૂઝાયો નહિ.

એ સદા અસામાન્યાના પતિનો ઘાટ ઘડવાના પ્રપંચમાં રહેવા લાગ્યો. કેટલાક દિવસ પછી એક દહાડો લાગ સાધીને ખુલા રસ્તામાંજ નવાબે તેનું ખૂન કરાવ્યું. એ નિર્દય નવાબ પોતાના શત્રુનું કેવળ ખૂન કરાવીને જ સંતોષ ન પામ્યો, પણ એણે પોતાના સિપાઈઓને એ હુકમ આપ્યો કે, “અસામાન્યાના પતિનું માથું એના ધડથી જુદું કરીને, એક ચાંદીના ટાટમાં