પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
સોન કંસારી


 ઘુમલીમાં બહેનને ત્યાં આવી રહ્યો હતો.

એક દિવસ રાખાપત વરસાદની ઋતુમાં બહાર ફરવા ગયો હતો. ત્યાં ગાજવીજનું ઘણું તોફાન થવાથી, તેણે ઝવેર કંસારાના ઘરમાં આશ્રય લીધો. એ પ્રસંગે એને યુવતી સોનને જોવાની તક મળી. એનું અસામાન્ય સૌંદર્ય જોઈને એ મુગ્ધ થઈ ગયો. એને પણ તેની તરફ પ્રેમભરી દૃષ્ટિએ જોયું.

થોડી વાર પછી રાખાપતે ત્યાંથી વિદાય લીધી, પણ એનું ચિત્ત કંસારાની કન્યા પાસેજ રહ્યું. સોન પણ પોતાનું હૃદય ખોઈ બેઠી હતી.

સોનને પ્રાપ્ત કર્યા વગરનું જીવન રાખાપતને નિરસ લાગવા માંડ્યું. તેનું શરીર દિનપ્રતિદિન લેવાતું ગયું; એથી એની બહેન સૂરજદે તથા રાણાને ઘણી ચિંતા થઈ. બન્નેએ મળીને રાખાપતની ચિંતાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને એ યુવક, કંસારાની પુત્રીના પ્રેમપાશમાં ફસાયો છે એવું જાણતાં, એવા અસંવર્ણ લગ્નનો વિચાર માંડી વાળવા એને ઘણું સમજાવ્યો, પણ એ એકનો બે ન થયો. સોનને પ્રાપ્ત નહિ કરે તો પોતાના ભાઈનુ આરોગ્ય બગડશે, એ આશંકાથી રાણી સૂરજ દેવીએ કંસારાને ત્યાં સોનનું માગું મોકલ્યું. કંસારાએ રાજાના ભયથી માગું સ્વીકાર્યું અને લગ્નનું મુહૂર્ત પણ નકકી થયું.

બ્રાહ્મણો લગ્નવિધિ કરાવવા લાગ્યા. વરકન્યા ત્રણ મંગળફેરા પણ કરી ચૂક્યાં, એવામાં દેવગતિથી એક વિઘ્ન આવ્યું.

લગ્નમંડપની પાસે જ ‘મારો’, ‘ધાજો’ ના શબ્દો જોરથી સંભળાવા લાગ્યા, વીર રાખાપતે મંડપમાં બેઠે બેઠે જ પૂછ્યું: “શું છે ?” એવામાં એક ડોસાએ ધ્રૂજતે ધ્રૂજતે જણાવ્યું: “મારું રક્ષણ કરો, ચોરો મારી ગાયો લઈ જાય છે.”

વસ્તુસ્થિતિ એવી હતી કે, પોતાનો ભાઈ સોન કંસારી સાથે પરણવાનો છે, એ સમાચાર એના ભાઈઓને પહોંચ્યા હતા. એ લગ્નથી પોતાના કુળને કલંક લાગશે, એમ ધારીને એ લગ્નમાં વિધ્ન નાખવાનોજ તેમણે આ પ્રપંચ રચ્યો હતો.

ગાયના ઉપર અત્યાચાર થતો સાંભળીને ક્ષત્રિય કેવી રીતે શાંત રહી શકે ? મંગળફેરા ફરવાનું માંડી વાળી રાખાપત ઊઠ્યો અને ઘોડા ઉપર બેસીને શત્રુની સામે ગયો. સાસુસસરાએ