પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



હવે એણે અહલ્યાબાઈને દત્તકપુત્ર લેવાની સલાહ આપી, પણ અહલ્યાબાઈએ તેની સઘળી દલીલોનું ખંડન કરીને કહ્યું: “મારા પુત્ર માલેરાવને કોઈ બાળકપુત્ર હોત, તો એજ રાજ્યનો રાજા થાત એમાં કાંઈ સંદેહ છેજ નહિ; પણ કોઈ નવા બાળકને દત્તક બનાવ્યાથી એ મોટો થયા પછી કેવી ચાલચલણનો નીવડે તે કહી શકાય નહિ, એટલા માટે દત્તક લઈને ભવિષ્યમાં રાજ્યને માથે હું શું કામ આપદા વહોરી લઉં ? એના કરતાં તો મારા મૃત્યુ સમયે હોલ્કર વંશના કોઈ પુરુષના હાથમાં રાજ્ય સોંપી જઈશ, એજ સારૂં છે. એવા કોઈ માણસને પસંદ કરીને રાજકાજમાં મારી સાથે રાખીને, એને કેળવવાની મારી ઇચ્છા છે અને હું ધારૂં છું કે, રાજ્યના ભાવિ કલ્યાણને માટે એજ શ્રેષ્ઠ ઉપાય છે.”

રઘુનાથરાવ સમજી ગયો કે, અહલ્યાબાઈ આપણાથી છેતરાય એમ નથી. એ ખામોશ ખાઈ ગયો.

અહલ્યાબાઈએ અગાઉથી જ પોતાનો ભવિષ્યનો વારસ પસંદ કરી રાખ્યો હતો. તુકોજી તેના સસરાનો પાસેનો સગો અને રાજ્ય ચલાવવાને સર્વ રીતે યોગ્ય હતો.

યુદ્ધની અગાઉથીજ તુકોજી અહલ્યાબાઈના પુત્ર સમાન થઈ રહ્યો હતો. હવે અહલ્યાબાઈએ એને પોતાના ભવિષ્યના ઉત્તરાધિકારી તરીકે રાજ્યશાસનમાં પોતાનો સાથી બનાવ્યો અને ગંગાધર યશવંતને પણ માફી બક્ષીને, પરમ ક્ષમાશીલ અહલ્યાબાઈએ ફરીથી કોઈ સારા હોદ્દા ઉપર નીમ્યો.

આ બનાવથી રાજસ્થાન અને ભારતવર્ષના બીજા બધા રાજાઓ સમજી ગયા કે, અહલ્યાબાઈ કેટલાં બાહોશ અને કુશળ હતાં ! અહલ્યાબાઈ ઉપર બધાની શ્રદ્ધા વધી ગઈ. ઘણા તેમની સાથે મિત્રતા બાંધવા તત્પર થયા અને ઘણાઓએ તેમણે રાજ્ય પોતાના અધિકારમાં લીધું, તેથી પ્રસન્ન થઈને કિંમતી ભેટ સાથે પોતાના રાજદૂત મોકલ્યા. અહલ્યાબાઈએ ઘણાજ વિનયપૂર્વક એ રાજદૂતોનો સત્કાર કર્યો અને તેમનો ઉપકાર માનીને એ સર્વે રાજાઓ ઉપર મૂલ્યવાન ઉપહાર મોકલ્યા. આ પ્રમાણે ભારતવર્ષમાં ચોમેર અહલ્યાબાઈની કીર્તિ ફેલાવા લાગી.

રાજ્યગાદીએ બેસીને રાજ્ય ચલાવવાનું ગૌરવ પ્રાપ્ત કરવાનો લોભ બધાને થાય છે. એ લોભને વશ થઈને કેટલાએ રાજાઓએ