પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



દેવી અહલ્યાબાઈ ૫૦૦ સ્ત્રી સૈનિકોને સાથે લઈને તેમની સામે લડવા ગયાં હતાં. એ સ્ત્રીઓને લીધેજ રાણી અહલ્યાબાઈની લાજ રહી હતી. એ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં ઈંદોરની પ્રતિષ્ઠિત કુટુંબની સન્નારીઓ એ ઉત્સવમાં વીરાંગનાઓના વેશમાં અહલ્યાબાઇની પાલખીની સાથે નીકળે છે અને પુણ્યશીલા દેવી અહલ્યાબાઈ તથા નારીજાતિના ગૌરવનું સ્મરણ કરાવે છે.

દેવી અહલ્યાબાઇનું જ સ્મરણ કરાવે એવી ધર્માત્મા, દાનશીલ, ન્યાયી અને રાજનીતિકુશલ રાણી આપણું ગુજરાતમાં, સિદ્ધરાજની માતા મયણલ્લા થઈ ગઈ છે; જેમનું સંક્ષિપ્ત ચરિત્ર બીજા ભાગમાં અમે આપી ગયા છીએ. રોચક નવલકથા લખવાના શોખમાં એ પવિત્ર સન્નારીના નામને લગાડવામાં આવેલું કલંક અમારા મિત્ર રા૦રા૦ નારાયણદાસ વિસનજી ઠક્કરે ધોઇ નાખ્યું છે, એ જોઈ અમને હર્ષ થાય છે.

ઈંદોરવાસીઓ જે પ્રમાણે અહલ્યા–ઉત્સવ ઊજવે છે, તે પ્રમાણે પાટણ અને અમદાવાદમાં “મયણલ્લા–ઉત્સવ” ઉજવવાનો પ્રયાસ થવો ઉચિત છે.