પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५–मृगावती

તી મૃગાવતી કૌશામ્બી નગરના રાજા શતાનિકની પત્ની અને ચેટકરાજની પુત્રી હતી મહાવીર સ્વામીના સમયમાં એનો જન્મ થયો હતો. એ સન્નારી અનુપમ સૌંદર્યવાળી અને મહાબુદ્ધિવતી હતી. સદ્‌ગુણોને પ્રતાપે એણે પતિનો પરમ પ્રેમ સંપાદન કર્યો હતો.

એક દિવસ શતાનિક રાજના દરબારમાં એક કુશળ ચિત્રકાર આવ્યો. એ ચિત્રકારને કોઈ યક્ષના વરદાનથી એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી કે, કોઈ પણ મનુષ્યના શરીરનો એક પણ ભાગ એની દૃષ્ટિએ પડતાં એ એનું આખું શરીર ચીતરી શકતો. રાજા શતાનિકે એ ચિત્રકારને કેટલુંક કામ સોંપ્યું. એક દિવસ ચિત્રશાળામાં બેસીને એ ચિત્ર આલેખી રહ્યો હતો, એવામાં અંતઃપુરમાં બેઠેલી રાણી મૃગાવતીના પગનો અંગૂઠો તેના દીઠામાં આવ્યો અને તે ઉપરથી તેણે પોતાની અદ્‌ભુત શક્તિ વડે રાણીનું આખું ચિત્ર દોરી કાઢ્યું. રાણીના સાથળ ઉપર તલનો ડાઘ હતો તે પણ ચિત્રમાં આવ્યો. ચિતારાએ તેને ઘણી વાર કાઢી નાખ્યો પણ ફરી ફરીને એ આવવાજ લાગ્યો, એટલે ચિત્રકારને એ તલ રાખવોજ પડ્યો. એ ચિત્ર જોતાંવાર રાજાને પોતાની પતિવ્રતા રાણીને માટે શંકા ઉત્પન્ન થઈ કે, આ ચિત્રકારને મારી રાણીનો ગાઢો પરિચય ન હોય તો આ ગુપ્ત ચિહ્‌ન તેના જાણ્યામાં કેવી રીતે આવે ? રાજાએ તે ચિત્રકારને મારી નાખવાની સજા કરી, પણ અનેક લોકોએ સાક્ષી પૂરી કે એને યક્ષનું વરદાન છે. વળી રાજાએ એની એ સિદ્ધિની ખાતરી બીજે પ્રકારે પણ કરી જોઈ; છતાં પણ તેની એક આંગળી કપાવી નાખીને કાઢી મૂક્યો. ચિત્રકારને આથી ઘણું ખોટું લાગ્યું અને તેણે વેર લેવાનો નિશ્ચય કર્યો, અવંતીનગરીના રાજા ચંડપ્રદ્યોતની સમક્ષ જઈ તેણે રાણી