પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
લક્ષ્મીવતી


 નાગદત્તે ઘણાં વર્ષ સુધી સંસારસુખ ભોગવીને ઉત્તરવયમાં દીક્ષા ગ્રહણ કરી હતી અને અંતે મુક્તિનો અધિકારી બન્યો હતો.

નાગવસુએ વારાણસી નગરીમાં અનેક સત્કાર્યો કર્યાં હતાં. દાન પણ તેણે પુષ્કળ કર્યું હતું.

પતિએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યા પછી સતી નાગવસુએ પોતાનું જીવન જનસેવા, ધર્મચર્ચા અને ઉપદેશ જેવાં પુણ્ય કર્મોમાં માન્યું હુતું.

२८–लक्ष्मीवती

પાટલીપુત્ર નગરના નવમા નંદ રાજાના મંત્રી શકટાળની પત્ની હતી. એના ગર્ભમાં પ્રસિદ્ધ જૈન સાધુ સ્થૂલિભદ્ર તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેવા, વેણા અને રેણા નામની સાત કન્યાઓનો જન્મ થયો હતો. એ સાતે કન્યાઓ પોતાની વિદ્વત્તા તથા શુદ્ધ આચારને લીધે જૈન ધર્મમાં સતી તરીકે પૂજાય છે.

લક્ષ્મીવતી ઘણી સદાચારી અને સુશિક્ષિત સન્નારી હતી. શકટાળ રાજ્યકાર્યમાં કુશળ અને પાકો મુત્સદ્દી હતો. પતિપત્નીને એકબીજા ઉપર ઘણો પ્રેમ હતો અને એમનો સંસાર પરમ સુખમાં ચાલતો હતો. લક્ષ્મીવતીને સ્થૂલિભદ્ર ઉપરાંત શ્રીયક નામનો પણ એક પુત્ર હતો. પુત્રો ઘણુંખરૂં પિતાના સહવાસમાં તથા એના રાજખટપટી વાતાવરણમાં ઊછરતા. તેઓ આરંભમાં માતાના ગૃહશિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ સાતે કન્યાઓના શિક્ષણનો ભાર વિદુષી લક્ષ્મીવતીએ લીધો હતો. ધર્મ તથા નીતિના સિદ્ધાંત માતાએ શિક્ષણથી તથા પોતાના જીવનના ઉદાહરણથી સચોટપણે પુત્રીઓના હૃદયમાં ઠસાવ્યા હતા. એની સાતે કન્યાઓ વિચિત્ર સ્મરણશક્તિ ધરાવતી હતી. સૌથી મોટીને એકજ વાર સાંભળેથી સ્મરણમાં રહી જતું, તે બીજીને બે વાર સાંભળેથી; એમ અનુક્રમે સાતમીને સાત વાર શ્રવણ કર્યાથી પાઠ યાદ થઈ જતો.

કન્યાઓ ઉપર જેવી રીતે માતાની અસર થઈ તેવી અસર