આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

રહેલો હતો. જતે દહાડે કંસ પોતાના બાપને કેદ કરી એનું રાજ્ય પચાવી લીધું. યાદવોને આ વાત પસંદ પડે તેમ ન હતું, તેથી એણે યાદવોને પણ પીડવા માંડ્યું. જે કોઇ એની સામે માથું ઉપાડે એવા એને લાગ્યા, તેના ઉપર તેણે જુલમ કરવા માંડ્યો. વસુદેવ-દેવકીને પણ નજરકેદ કર્યાં. વસુદેવને પોતાની સ્ત્રી રોહિણીને પોતાના મિત્ર નંદ ગોપને ત્યાં સંતાડી રાખવી પડી.

જુલમીઓ બીજા બળવાન પુરુષોથી બ્હીએ છે; પણ એથી યે વધારે બ્હીક તો એમને સત્યનિષ્ઠ પુરુષોની લાગે છે. એનું કારણ એ છે કે બીજા બળવાનો સામે એ સામાદિક ઉપાયો વડે પહોંચી વળી શકે એવી એમને શ્રદ્ધા હોય છે, પણ સત્યનિષ્ઠ પુરુષને જીતવા તો એને પોતાને સત્યનિષ્ઠ થયે જ છૂટકો; અને એમ થવાની તૈયારી ન હોવાથી તેની આગળ એનાં શસ્ત્રો હેઠાં પડે છે. સત્યનિષ્ઠ પુરુષને મારી નાંખવાની એની એકાએક હિમ્મત થતી નથી; કારણકે જાલિમને પણ ન્યાય અને ધર્મનો બાહ્ય વેષ બતાવવાની વારંવાર ફરજ પડે છે, અને નિ:સ્વાર્થી સત્યનિષ્ઠ પુરુષ ઉપર કંઇ પણ આળ ચડાવવું એને કઠણ થઇ પડે છે. એ જ
૮૯