આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

બળરામ

દહાડા રહેતાં જ વસુદેવે એને નંદને ત્યાં મોકલવાની પેરવી કરી દીધી. ત્યાં એને એક ઉજળો દૂધ જેવો પુત્ર થયો. એનું નામ રામ પાડ્યું. પાછળથી એના અતિશય બળથી એ બળરામ અથવા બળદેવને નામે ઓળખાયા. દેવકીનો સાતમો ગર્ભ ગળી પડ્યો. આગળ જતાં દેવકીને આઠમી વાર ગર્ભ રહ્યો. આ બાળકને ખસુસ કરીને મારવા કંસ તલપી રહ્યો હતો. તેમ એને કોઇ પણ રીતે બચાવી લેવાની વસુદેવ-દેવકીને પણ તીવ્ર અભિલાષા હતી. યોગ એવો બન્યો કે આઠમે મહિને જ દેવકીને પ્રસવવેદના શરૂ થઇ. એ સમય શ્રાવણ વદી આઠમની મધરાતનો હતો. વરસાદ જોરથી પડતો હતો. પ્રસૂતિકાળને હજુ ઘણા દિવસની વાર છે એવું લાગતું હોવાથી ચોકીદારો ઘોર નિદ્રામાં પડ્યા હતા. આવે સુયોગે દેવકીએ પુત્રને પ્રસવ્યો.

કૃષ્ણજન્મ

ચતુર વસુદેવે તરત જ પુત્રને ઉપાડી લીધો, અને ચોકીદારોની ઉંઘનો તથા વરસાદના ઘોંઘાટનો લાભ લઇ, નદી ઉતરી, સામે કાંઠે નંદના વ્રજ તરફ પ્રયાણ કર્યું. તે જ વખતે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. યશોદા

૯૨