આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

મૂર્ચ્છિત અવસ્થામાં હતી. વસુદેવે છાનામાના યશોદાની શય્યા પસે જઈ, છોકરાને મૂકી છોકરીને ઉપાડી લીધિ અને પાછા દેવકી પાસે હાજર થયા.[૧] બાળકોની અદલાબદલીની વાત વસુદેવ-દેવકી સિવાય બીજા કોઇએ જાણી નહિ. છોકરીએ રડવા માંડ્યું; એટલામાં કદાચ રાત્રી પણ લગભગ પૂરી થઇ હશે, એટલે ચોકીદારો જાગી ઉઠ્યા અને કંસને પ્રસૂતિના સમાચાર કહ્યા. આટલી છોકરીને તો જીવતી રાખ, એમ દેવકીએ ભાઈને આજીજી કરી; પણ કઠોર હૃદય ઉપર એની કશી અસર થઇ નહિ અને એક શિલા ઉપર પછાડી એણે બાળકીનો પ્રાણ લીધો. અત્યાર સુધી એણે છ બાળહત્યા કરી હતી. જોકે હૃદયનો અત્યંત નિષ્ઠુર


  1. *શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છોકરાંઓની આ પ્રમાણેની અદલબદલીની વાત માનતા નથી. વસુદેવે કૃષ્ણને અત્યંત બાળપણમાં નંદને ત્યાં સંતાડી રાખ્યા એટલું જ આ કથા પરથી ખાત્રીપૂર્વક કહી શકાય એમ એ માને છે. વસુદેવ પુત્રીને ચોરી શકે એ વાત અસંભવિત લાગે છે જ. પન્નાના જેવી સ્વામીભક્તિ નંદ-યશોદાએ બતાવી હોય એ અસંભવિત નથી, પણ એમ કલ્પના કરવાને આજે આધાર નથી.


૯૩