આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

બનાવી એણે એ બાળાને પણ મારી નાખી ખરી, પરંતુ આ તો ક્રૂરતાની હદ થઇ એમ એનું પાપી હૃદય પણ એને કહેવા લાગ્યું.એ વિષેના કાંઇક પશ્ચાતાપથી એણે પાછળથી વસુદેવ-દેવકીને કેદખાનામાંથી છોડ્યાં અને એમનું કાંઇક માન પણ રાખવા લાગ્યો.

શિશુ અવસ્થા

યશોદાને પુત્ર પ્રસવ્યો એવી વાત સવાર પડતાં જ આખા વ્રજમાં ફેલાઇ ગઇ. ઘરડી ઉમરે ગોપોના મુખી નંદને ત્યાં પુત્ર અવતર્યો જાણી વ્રજમાં ઘેર ઘેર આનંદ ફેલાઇ ગયો. ગોવાળણીઓ હર્ષભેર વધામણાં લાવી ગીતો ગાવા લાગી. આ પુત્ર રામના જેવો ઉજળો ન હતો, પણ શ્યામ હતો. એના રંગ ઉપરથી એનું નામ કૃષ્ણ પાડ્યું. એ પણ રામના જેવો જ મનોહર ગાત્રોવાળો હતો. ગોવાળીયાના છોકરામાં આવું સૌન્દર્ય ક્યાંથી આવ્યું એનું સર્વેને આશ્ચર્ય લાગ્યું. પરમેશ્વર જ પ્રસન્ન થઇને નંદને ત્યાં ઉતર્યા છે એમ ભોળા ગોપોને લાગે એમાં શી નવાઇ ? દુનીયામાં કોઇ બાળક એવું અવતર્યું નથી કે જે એનાં માબાપ અને આડોશીપાડોશીને કાંઇ વિશેષ લક્ષણોવાળું લાગ્યું ન હોય. પોતાનું છોકરૂં કાંઇ બીજા જ પ્રકારનું છે, એનું તોફાન, બુદ્ધિ, ડહાપણ

૯૪