આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

ખોવાયલાં જનાવર ખોળી કાઢવામાં, ગોપકુમારોની સંભાળ લેવામાં, એમના ઉપર કોઇ પણ ભયનો પ્રસંગ આવી પડતાં ભયમાં પોતે ઝંપલાવી એમને બચાવી લેવામાં પણ એની જ પહેલ હતી.

જેમ જેમ ભાઇઓની ઉમર વધતી ગઇ તેમ તેમ રામ-કૃષ્ણનાં બુદ્ધિ અને બળ પણ વધતાં ગયાં, અબે એ બન્નેનો ઘરડા ધરડા ગોપોને પણ સારો ઉપયોગ થતો અગયો. વાણીયાનો બાર વર્ષનો છોકરો ઘરડા ધારાળા કે કણબીને સલાહ આપી શકે છે, તો ક્ષાત્રકુળની સંસ્કૃતિનો વાર્સો લઈ ઉતરેલા રામ-કૃષ્ણ ગોપોના સલાહકાર થાય એમાં શું આશ્ચર્ય?


પૌગણ્ડાવસ્થા

જેમ જેમ એમનું બળ વધતું ગયું તેમ તેમ એમની અને વિશેષે કરીને કૃષ્ણની પરદુઃખભંજતા પણ વધવા લાગી, એમણે પોતાની જ શક્તિથી બે વાર ગોપોને દાવાનળમાંથી બચાવ્યા, અતિવૃષ્તિમાંથી રક્ષણ કર્યું, કાલિનાગનું દમન કરી યમુનાને નિર્વિષ કરી વનને ભયરહિત કર્યું. વળી એમનો પ્રેમળ સ્વભાવ પણ દિવસે દિવસે વિકાસ પામતો ગયો. એમની મધુર મોરલીમાંથી નીકળતો

૯૭