આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

સ્નેહરસ ગાયોને પણ સ્થિર કરી દેતો. એમના રાસોમાં અદ્ભુત આનંદરસ પ્રગટી નીકળતો.

કૃષ્ણ-ભક્તિ

ગોપીઓની કૃષ્ણ વિષે પરમેશ્વરપણાની નિષ્ઠા દિવસે દિવસે દૃઢ થવા લાગી અને કૃષ્ણનું માહાત્મ્ય પીછાણી તેઓ એની ભક્તિમાં એવી આકર્ષાવાલાગી કે સાંસારિક વાસનાઓમાંથી એમની વૃત્તિ સહજ પણે તૂટવા માંડી. કૃષ્ણની પવિત્ર પ્રેમળતાએ એમનાં ચિત્ત એવાં નિર્મળ કરી નાંખ્યાં કે એમને માટે સંસારરસ ખારો થઈ ગયો. પડતીના કાળમાં જ્યારે આપણા દેશમાં ભાવનાઓનો શુદ્ધ વિકાસ થતો અટકી પડ્યો, અને એનું પાવિત્ર્ય સમજવાની આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ ગઇ કે કોઇ પણ ઠેકાણે પરસ્ત્રીપુરુષ વચ્ચે પરિચય દેખાતાં જ એમાં આપણને અપવિત્રતાની જ ગંધ આવવા લાગી, તે સમયમાં કૃષ્ણ પ્રતિની આ અત્યંત સ્વાભવિક પ્રેમભક્તિની કથાએ આપણા દેશમાં વિકૃત સ્વરૂપ લીધું; અને વળી વિકૃત સ્વરૂપને આદર્શમાનવાનું સાહસ ભક્તોએ ખેડ્યું. જ્યારે કૃષ્ણના નિર્દોષ ચરિત્રનો જાર રૂપે અનુવાદ થયો તે વખતે આપણા દેશની સામાજિક દશા કેવી હશે તેનો જ ખ્યાલ કરવો

૯૮