આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

યોગ્ય છે. યશોદાનંદનના ચારિત્ર્ય વિષે એ ઉપરથી અનુમાન બાંધવું એ સાહસ ગણાય.

કૃષ્ણનો
સર્વાંગી
વિકાસ

કૃષ્ણમાં કેવળ ભાવનાનો ઉત્કર્ષ ન હતો, કેવળ બુદ્ધિકૌશલ્ય અને શારીરિક બળ ન હતાં, પણ એમની સદસદ્ વિવેકબુદ્ધિ પણ જાગ્રત હતી. એ સમજણા થયા ત્યારથી જ એને ધર્મ અને અધર્મનો વિચાર રહેતો. ઈંદ્રની શા માટે પૂજા કરવી જોઇયે, એવી એને બાળપણથી જ શંકા થઇ. ગોપોનાં જીવનનો આધાર ગાયો અને ગોવર્ધન છે. મેઘ કાંઇ ગોપો માટે વરસતો નથી, તેમ ગોપોના અન્નકૂટથી વરસાદ વધી-ઘટી શક્તો નથી; પણ ગાયોની પવિત્રતા સમજવામાં અને જેને આધારે પોતાનો નિર્વાહ બરાબર ચાલે છે તેની પૂજ્યતા જાણવામાં તેમની સમૃદ્ધિનો આધાર છે. આવા કાંઇક વિચારથી એમણે ઈંદ્રપૂજા બંધ કરાવી અને ગાય તથા ગોવર્ધન પૂજા ચલાવી.

યૌવન પ્રવેશ

આવી રીતે રામ-કૃષ્ણનાં ૧૭-૧૮ વર્ષ ગોકુળમાં વીત્યાં. ઉંચા શરીર અને મજબૂત સ્નાયુવાળા તથા મલ્લ યુદ્ધમાં પ્રવીણ એવા બે ભાઇઓની જોડી શ્વેત અને કાળા

૯૯