આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

હાથીના જેવી શોભતી હતી. એમનાં બળ અને પરાક્રમની વાતો ચોમેરે પ્રસિદ્ધ થઇ ગઇ. કંસે પણ એમને વિષે વાતો સાંભળી. વસુદેવે સગર્ભા રોહિણીને નંદને ત્યાં મોકલી આપીહતી એમ એને ખબર પડી. કૃષ્ણ પણ વસુદેવનો પુત્ર તો ન હોય એવી એને શંકા થઈ. એ શંકા એણે એક વાર ભરસભામાં વ્યક્ત કરી

કંસની શંકા

વસુદેવને તોછડાં વચનો સંભળાવ્યાં. વસુદેવે કશો જવાબ વાળ્યો નહિ એટલે એની ખાત્રી થઇ જ ગઇ. પણ એણે હવે બાહ્ય ડોળ બદલ્યો. ભાણેજને જોવા એને પ્રેમ ઉભરાઇ આવ્યો. એમની મલ્લ યુદ્ધની નિપુણતા જોવા એ ઉત્સુક થયો. એણે એક મોટો અખાડો રચવા આજ્ઞા કરી. મુષ્ટિક અને ચાણુર નામે એના બે બળવાન મલ્લ હતા. તેની જોડે મલ્લયુદ્ધ કરવા એણે રામ-કૃષ્ણને નિમન્ત્રણ મોકલવાનું ઠરાવ્યું.

કેશી વધ

એક બાજુથી કંસે મલ્લયુદ્ધના અખાડાની તૈયારી કરાવી, પણ બીજી બાજુથી એણે રામ અને કૃષ્ણ મથુરા આવે તે પહેલાં જ એમનું કાસળ કાઢવાની યુક્તિ રચી. એણે કૃષ્ણને ઠાર મારવા માટે પોતાના ભાઈ કેશીને ગોકુળ મોકલ્યો. કૃષ્ણ ગાયો ચારતા હતા ત્યાં

૧૦૦