આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

અક્રૂરગમન

કૃષ્ણને તેડવા મોકલ્યો, અને ગોપોને પણ નોતર્યા. સાથે સાથે એણે પોતાના મલ્લોને રામ-કૃષ્ણને રમતમાં મારી જ નાંખવાની સૂચના કરી રાખી.

અક્રૂર વસુદેવનો પિતરાઈ હતો. એ બહારથી કંસનો રાજસેવક છતાં અંદરથી વસુદેવના પક્ષનો હતો. એટલે બે ભાઈઓને મથુરા લાવતાં પહેલાં ત્યાંના રાજપ્રકરણથી વાકેફ કરવા વસુદેવના પક્ષના યાદવોએ અક્રૂરને સમજાવી રાખ્યો.

અક્રૂરનો રથ નંદના આંગણાંમાં આવી લાગ્યો. ગોપોએ રાજદૂતનો યથાયોગ્ય સત્કાર કર્યો. અક્રૂરે નંદ-યશોદાને કૃષ્ણજન્મ વિષેની ખરી હકીકત ઉઘાડી પાડી કહી. કૃષ્ણ પોતાનો પુત્ર નથી એ જાણતાં જ બિચારાં નંદ અને યશોદા સ્તબ્ધ જ થ‌ઇ ગયાં. ગોપોને પણ આકાશ તૂટી પડવા જેવું થયું. અત્યાર અગાઉ વ્રજ ઉપર ઘણાંયે તોફાનો ચડ્યાં હતાં, પણ આ અક્રૂરનું આગમન તો જાણે વ્રજને જીવતાં દાટવા માટે થયું હોય એમ સર્વેને લાગ્યું.

અક્રૂરે રામ-કૃષ્ણ જોડે એકાન્તમાં ઘણી વાતો કરી. કંસના જુલમની હકીકત કહી; વસુદેવ-દેવકી પર થયેલા અત્યાચારો સંભળવ્યા; રામ-કૃષ્ણને

૧૦૨