આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

મલ્લયુદ્ધમાં નોતરવામાં કંસનો આન્તરિક ઉદ્દેશ પણ જણાવ્યો, અને રામ-કૃષ્ણ જો કંસનો અન્ત લાવે તો યાદવો સર્વે એના પક્ષમાં જ રહેશે એવી ખાત્રી પણ આપી.

રામ અને કૃષ્ણે સર્વે હકીકત સાંભળી લીધી. કંસનો ભાર પૃથ્વી પરથી હલકો કરવાનો એમને ધર્મ પ્રાપ્ત થયો છે એમ એમને સ્પષ્ટ ભાસ્યું. એમણે અક્રૂર જોડે જવાનો નિશ્ચય કર્યો.

વિદા ગીરી

રામ અને કૃષ્ણને વિદાય કરવાનો વખત આવ્યો. વિદાય એટલે લગભગ નિરન્તરનો જ વિયોગ હતો. એ વેળાનું દૃશ્ય શુષ્ક હૃદયને પણ રડાવે એવું હતું. નંદ-યશોદાને તો વગર મોતે એકના એક પુત્રને ખોઇ બેસવા જેવું થયું. વ્રજવાસીનાં ચિત્તને કનૈયાએ એવાં આકર્ષી લીધાં હતાં, કે શરીરના રંગથી સાર્થક થયેલું નામ એની પ્રેમની શક્તિથી પણ યોગ્ય ઠર્યું. વ્રજવાસીને મન મધુરી મોરલીવાળા સિવાય કોઇ શ્રેષ્ઠ દૈવત હતું જ નહિ. કૃષ્ણે એમનાં મન તો લ‌ઇ જ લીધાં હતાં, અને તન-ધન પણ એ પોતા પાસે રાખવા ઇચ્છતાં ન હતાં. પતિપુત્રાદિક પરનો નૈસર્ગિક મોહ પણ કૃષ્ણના

૧૦૩