આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

દિવ્ય માધુર્ય આગળ હારી ગયો. કૃષ્ણે વ્રજવાસીઓનું જીવન જ ફેરવી નાંખ્યું હતું. વેદાન્તના અધ્યયન વિના, સૂક્ષ્મ બુદ્ધિથી થતા સાંખ્યવિચાર વિના, યોગના અભ્યાસ વિના, પ્રાણના વિરોધ વિના વ્રજનાં અસંસ્કારી અને અણઘડ ગોપગોપીઓ કેવળ નિર્દોષ પ્રેમના અત્યુત્કર્ષથી પોતાનાં ચિત્ત શુદ્ધ કરી પાર પામી ગયાં અને જગતને ભક્તિયોગનો પદાર્થપાઠ આપતાં ગયાં.

કૃષ્ણ અને
ગોપીઓ

કૃષ્ણનો ગોપિકાઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે ? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની કેવા ભાવથી દૃષ્ટિ પડતી હશે ? આપણે સંસારીઓ એમ જાણીયે છીયે કે સમજણો માણસ પરસ્ત્રીમાં મા-બેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીયે. બાળકને એવી ભાવના ઘડવી પડે છે ? જેના હૃદયમાં કુવિચાર જાગ્યો છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે છે. બાળકને એ સહજ છે, પણ આપણે એમ માનીયે છીયે કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ

૧૦૪