આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મોટા છતાં પાંચ વર્ષની ઉમરનો અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણનો અલૌકિક પ્રેમ સમજવાને યોગ્ય થ‌ઇશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય ગણવાની કે એના ઉપર કાંઇ ભાષ્ય કરવાની જરૂર નહિ રહે; જે સહજ હોવું જોઇયે, તે જ જણાશે-અનુભવાશે. ત્યારે આપણી ખાત્રી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગોપીઓનો એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ હતો.



૧૦૫