આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વારિકાપર્વ

દ્વારિકામાં કૃષ્ણે એક સુંદર શહેર વસાવ્યું. પોતાના પિતા વસુદેવનો યાદવોના રાજા તરીકે અભિષેક કર્યો. બળદેવને યુવરાજ ઠરાવ્યા. દશ વિદ્વાન યાદવોનું એક મંત્રીમંડળ નીમ્યું અને બીજા વીર યાદવોને મુખ્ય પ્રધાન, સેનાપતિ વગેરેનાં પદો આપ્યાં. પોતાના ગુરુ સાંદીપનિને ઉજ્જયિનીથી બોલાવી રાજપુરોહિત તરીકે સ્વીકાર્યા. પોતે માત્ર કોઈપણ પદ વિનાના રહ્યા. પણ મુકુટધરનો મુકુટ, પદવીધરોની પદવી અને મંત્રીઓની મંત્રણા એમના જ વડે હતી એ કોઈનું અજાણ્યું ન હતું.

આટલા સમયમાં રુકિમણીના ભાઈ રુકમીના આગ્રહથી ભીષ્મકે શિશુપાળ જોડે રુકિમણીનું
૧૧૭