આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

.

આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. એટલામાં એક દિવસ કેટલાએક રાજાઓ તરફથી એક દૂત શ્રીકૃષ્ણ પાસે આવ્યો. તેણે જણાવ્યું કે મધ્ય દેશમાંથી કૃષ્ણ નીકળી જવાથી જરાસંઘનું બળ અતિશય વધી ગયું છે અને તેણે સેંકડો રાજાઓને જીતીને કેદમાં પૂર્યા છે. હવે તેનો વિચાર એ સર્વે રાજાઓનું બલિદાન કરી પુરુષમેઘ યજ્ઞ કરવાનો છે. એથી એ સર્વે કૃષ્ણનું શરણ ઈચ્છે છે. દૂતના આ સંદેશા પર કૃષ્ણ વિચાર કરતા હતા,
૧૨૩