આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

એટલામાં યુધિષ્ઠિર તરફથી એક દૂતે આવીને એમને તાબડતોબ ઈન્દ્રપ્રસ્થ આવવા વિનંતી કરી. કૃષ્ણ તરત જ ઈન્દ્રપ્રસ્થ ગયા. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની એમના બંધુ અને મિત્રોએ સલાહ આપી હતી, તે બાબતમાં કૃષ્ણનો અભિપ્રાય પૂછવા રાજાએ કૃષ્ણને તેડાવ્યા હતા.

જરાસંઘ વધ

દિગ્વિજય કર્યા સિવાય રાજસૂય યજ્ઞ નિર્વિઘ્ન થઈ શકશે નહિ એમ વિચારી કૃષ્ણે યુધિષ્ઠિરને જણાવ્યું કે જ્યાં સુધી જરાસંઘ સાર્વભૌમપદ ભોગવે છે ત્યાં સુધી યજ્ઞની આશા રાખી શકાય નહિ; માટે પ્રથમ એની ઉપર વિજય મેળવવો જરૂરનો છે. પછી કૃષ્ણની જ સલાહથી ભીમ, અર્જુન અને કૃષ્ણ જરાસંઘની રાજધાની પ્રત્યે ગયા, અને ત્રણમાંથી કોઈ પણ સાથે મલ્લયુદ્ધ કરવા જરાસંઘને કહેવડાવ્યું. જરાસંઘે ભીમને પ્રતિપક્ષી તરીકે પસંદ કર્યો. આ વખતે એનું વય એંશી વર્ષનું અને ભીમનું પચ્ચાસ વર્ષનું હતું. તોપણ ચૌદ દિવસ સુધી બે જણ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે જરાસંઘ પડ્યો. કૃષ્ણે જરાસંઘના પુત્રનો અભિષેક

૧૨૪