આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

ઉઠી, પણ રાજાના અવિવેકની નિદ્રા હજુ સુધી ઉડી નહિ. તેણે સતી દ્રૌપદીને પણમાં મુકી. શકુનિએ પાસા નાંખ્યા અને 'જીત્યા જીત્યા' એવી બૂમ મારી. દુર્યોધનનો ભાઈ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં નિર્લજ્જપણે ખેંચી લાવ્યો, અને એનું વસ્ત્ર ખેંચી લાજ લેવા લાગ્યો. ભયભીત થયેલી મહાસતી દ્રૌપદીએ ભીષ્મ, દ્રોણ અને પોતાના પતિઓ સામે જોયું, પણ કોઈએ એના રક્ષણાર્થે આંખ સરખી ઉંચી કરી નહિ.

દ્રૌપદી-
વસ્ત્રહરણ

છેવટે એ અનન્ય ભાવથી હૃદયમાં રહેલા કૃષ્ણને શરણે ગઈ. એની એકનિષ્ઠ ભક્તિપૂર્ણ સ્તુતિથી એનું વસ્ત્ર અનંત થયું. હજાર હાથીના બળવાળો દુઃશાસન વસ્ત્ર ખેંચી ખેંચી થાક્યો, પણ દ્રૌપદીની લાજ લઈ શક્યો નહિ. સર્વે સભાસદો દુઃશાસન પર ફિટકારનો વરસાદ વરસાવવા લાગ્યા અને દ્રૌપદીની પ્રસંશા કરવા લાગ્યા. અંધ ધૃતરાષ્ટ્રે આ સાથે જ ઉઠેલા તિરસ્કાર અને ધન્યવાદનું કારણ પૂછ્યું. વિદુરે તેને વસ્તુસ્થિતિ સમજાવી. આથી દ્રૌપદી ઉપર પ્રસન્ન થઈ તેને એણે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પોતાના પતિઓનો છુટકારો માગ્યો. ધૃતરાષ્ટ્રે પાંડવોને દાસત્વમાંથી મુક્ત કર્યા અને

૧૩૦