આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

કૃષ્ણના જાણવામાં આવી. વસુદેવ, બળરામ વગેરે યાદવો સાથે એ પાંડવોને અરણ્યમાં જઈ મળ્યા અને એમનું સાન્ત્વન કર્યું. દ્રૌપદીએ કૃષ્ણ આગળ અતિશય કલ્પાન્ત કર્યું. એને થયેલા અપમાનની હકીકત સાંભળી કૃષ્ણે ખડે રોમાંચે પ્રતિજ્ઞા કરી કે "જેમના ઉપર તું યોગ્ય કારણસર ક્રુદ્ધ થઈ છે તેમની સ્ત્રીઓ આ પ્રમાણે ડુસકે ડુસકે રડશે અને તું સર્વ રાજાઓની માહારાજ્ઞી થઈશ."

કૃષ્ણનું
તત્ત્વચિંતન
અને
યોગાભ્યાસ

પાંડવોના વનવાસનાં બાર વર્ષ અને અજ્ઞાતવાસનું એક વર્ષ એવી રીતે તેર વર્ષ કૃષ્ણે તત્ત્વજ્ઞાનના ચિંતનમાં અને યોગાભ્યાસમાં ગાળ્યાં. ઘોર આંગિરસ પાસેથી તેમણે આત્મજ્ઞાનનો ઉપદેશ લીધો. જુદા જુદા મતોનું અને તત્ત્વોનું સંપૂર્ણ મનન કર્યું. નાનપણમાં મલ્લશ્રેષ્ઠ અને તરુણપણે ધનુર્ધરશ્રેષ્ઠ આવી એમની કીર્તિ હતી; હવે તે યોગીશ્રેષ્ઠ પણ થયા. એમનું વય વનવાસની શરૂઆતમાં આશરે ૭૦ વર્ષનું હતું; હવે તે ૮૩ વર્ષના થયા હતા.




૧૩૨