આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

પાંડવોનું
પ્રકટ થવું

વનવાસ પૂરો થયો. પાંડવોએ અજ્ઞાતવાસમાંથી પ્રગટ થઈ પોતાના ભાગ માટે વળી માગણી કરી. અજ્ઞાતવાસનું વર્ષ ચંદ્રની કે સૂર્યની ગતિ પ્રમાણે ગણવું તે ઉપર મતભેદ થયો. ભીષ્મે પાંડવોની તરફેણમાં નિર્ણય આપ્યો, પણ દુર્યોધને તે સ્વીકાર્યો નહિ. લડાઈ કર્યા વિના હવે પાંડવોને બીજો ઈલાજ દેખાયો નહિ. મદદ માગવા માટે અર્જુન દ્વારિકા દોડ્યો. દુર્યોધન પણ તે સાંભળી દ્વારિકા ગયો. કૃષ્ણે જવાબ આપ્યો: "મારાથી હવે લડી શકાતું નથી. યુક્તિની ચાર વાત જોઈતી હશે તો કહીશ એકે મને લેવો અને બીજાએ મારું સૈન્ય લેવું."

૧૩૩