આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

અર્જુને કૃષ્ણને પસંદ કર્યા અને દુર્યોધને સૈન્ય લીધું. બળરામ તટસ્થ રહ્યા અને યાત્રાએ નીકળી ગયા. યાદવોમાંથી કેટલાએક પાંડવોને અને કેટલાએક કૌરવોને જઈ મળ્યા. જોકે આ ટંટો એક પ્રાન્ત જેટલા રાજ્ય માટે હતો, છતાં સંબંધને લીધે આખા હિન્દુસ્તાનમાં તે વ્યાપી ગયો. ઠેઠ દક્ષિણ સિવાયના આખા ભારતવર્ષના ક્ષત્રિયો આ ખૂનખાર લડાઈ માટે તૈયાર થઈ કુરુક્ષેત્ર આગળ ભેગા થયા. દુર્યોધન તરફ અગીયાર અક્ષૌહિણી[૧] અને પાંડવો તરફ સાત અક્ષૌહિણી સૈન્ય ભેગું થયું; એટલે લગભગ ચોપન લાખ માણસો આ પિત્રાઈઓની લડાઈમાં એકબીજાના પ્રાણ લેવા આવ્યા.

કૃષ્ણવિષ્ટિ

લડાઈ શરૂ કરતાં પહેલાં યુધિષ્ઠિરે ટંટાનો નિકાલ સમાધાનીથી લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. છેવટે, માત્ર પાંચ ગામ લઈ સન્તોષ માનવાની તૈયારી બતાવી કૃષ્ણને વિષ્ટિ


  1. ૨૧૮૭૦ ગજસ્વાર, એટલા જ રથી, એથી ત્રણ ગણા ઘોડેસ્વાર અને પાંચગણા પાયદળનું લશ્કર એક અક્ષૌહિણી કહેવાય. એટલે એક અક્ષૌહિણીમાં ૨,૧૮,૭૦૦ તો લડનારા જ હોય; એ ઉપરાંત સારથી, મ્હાવત વગેરે જુદા. એકંદરે લગભગ ત્રણ લાખ મનુષ્યબળ એક અક્ષૌહિણીમાં થાય.


૧૩૪