આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

એનું એમાં બ્યાન છે. કૌરવો પોતાની હઠ છોડતા નથી એમ જ્યારે એને લાગ્યું ત્યારે એણે કૌરવોનો ત્યાગ કર્યો અને હસ્તિનાપુર છોડી તીર્થે ચાલી નીકળ્યા. કૃષ્ણે પોતે શસ્ત્ર ન ઉગામવાનો નિશ્ચય કર્યો, પણ પાંડવોના પક્ષમાં ભળ્યા. આ રીતે આ ત્રણ જ્ઞાની અને મહાત્મા પુરુષોએ આ કુટુંબકલેશમાં ત્રણ જુદી જુદી જાતના ભાવ ભજવ્યા. એકે અન્યાયી છતાં ચાલુ મુકુટધારી રાજાને ટકાવી રાખવામાં જગતનું કલ્યાણ માન્યું, બીજાએ એનો ત્યાગ કરી મૌન ધારવાનું ઉચિત માન્યું અને ત્રીજાએ એ રાજાનો નાશ કરવામાં જ પુરુષાર્થ માન્યો.

બન્ને બાજુથી લડાઇની તૈયારીઓ થઈ. કુરુક્ષેત્રમાં બન્નેનાં દળો ગોઠવાયાં. કૃષ્ણે અર્જુનનું સારથિત્વ લીધું. લડાઇ શરૂ કરાવાની અણી વખતે બે બાજુનું સર્વ સૈન્યદળ નિહાળવા અર્જુનનો રથ આગળ આવ્યો. શંખો ફુંકાયા. અર્જુન બે બાજુની તપાસણી કરવા લાગ્યો. ત્યાં અર્જુને જોયું કે આ લડાઇમાં કેવળ સગાંવહાલાંઓ જ પરસ્પર લડે છે. આવા ભયંકર યુદ્ધનાં માઠાં પરિણામ તેની દૃષ્ટિ આગળ તરી આવ્યાં. એણે એમાં પ્રજાનો
૧૩૭