આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

નાશ, ક્ષાત્રવૃત્તિનો લોપ અને આર્યોની અધોગતિ સ્પષ્ટ જોઈ. આથી એને બહુ શોક થયો. એ લડાઈમાંથી નિવૃત્ત થવા તત્પર થયો. એનો આ શોક કુસમયે, પોતાની ક્ષાત્ર પ્રકૃતિમાં રહેલા બળવાન સંસ્કારોની પૂર્ણ ઓળખાણ વિના અને સદસદ્ વિવેકના બળથી નહિ, પણ ક્ષણિક મોહથી ઉત્પન્ન થયેલો જાણી, કૃષ્ણે એને આ સમયે જે જ્ઞાનોપદેશ આપ્યો તે ભગવદ્‌ગીતામાં[૧] ગવાયેલો છે. આ ઉપદેશથી અર્જુનનો મોહ ઉતરી ગયો અને તે લડાઇ માટે સજ્જ થઈ ગયો.

ગીતોપદેશ

ગીતાનું રહસ્ય સમજવું સહેલું નથી. લખાણ દ્વારા એ રહસ્ય જાણી શકાતું નથી અને ગેરસમજુતીઓ જ વધે છે. જે વાચકોને માટે આ જીવનચરિત્ર યોજાયેલું છે તે એનું સર્વ રહસ્ય સમજી શકે એવી સાધારણ રીતે આશા રાખી શકાય નહિ. એમને એટલું જ કહી શકાય કે એ શાસ્ત્રનું સત્પુરુષ પાસેથી વારંવાર શ્રવણ કરવું, શ્રદ્ધાથી એનું વારંવાર મનન અને અધ્યયન કરવું, ઇંદ્રિયો અને મનને સંયમમાં રાખી ભક્તિ

  1. આ ચરિત્રમાં ગીતાના ઉપદેશનો સાર જાણીને આપ્યો નથી. એ ઉપદેશ સત્પુરુષ પાસેથી જ સાંભળવો ઘટે છે.


૧૩૮