આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

કરવી અને સત્ય, દયા, ક્ષમા, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણો વધારવા, એટલે ગીતા પોતે જ પોતાનું રહસ્ય સમજાવશે. જ્યાં સુધી ગીતાનું રહસ્ય સમજાયું ન હોય ત્યાં સુધી સત્કર્મોમાં પ્રીતિવાળા થવું, પોતાનાં દેશ, કાળ, વય, પરિસ્થિતિ, જાતિ, શિક્ષણ, કુળ વગેરેના સંસ્કારોને અનુસાર જે કર્તવ્યકર્મો પ્રાપ્ત થાય તે ધર્મબુદ્ધિથી, એ દ્વારા મોક્ષપ્રાપ્તિની લાયકાત મેળવવાની ઇચ્છાથી કર્યાં જવાં. આ માર્ગ નિર્ભયતાનો છે. એ રીતે વર્તન રાખનારની ઉન્નતિ થયા વિના રહે જ નહિ.

યુદ્ધવર્ણન

વિ. સં. પૂર્વે ૩૦૪૬ના વર્ષના માગશર સુદ ૧૪થી અઢાર દિવસ સુધી ઘનઘોર યુદ્ધ ચાલ્યું. એ લડાઇની બધી વાતો અહીં કહેવી પાલવે નહિ. એમાંના કૃષ્ણને લગતા બે-ચાર પ્રસંગો જ અહીં વર્ણવીશું. દશ દિવસ સુધી ભીષ્મ કૌરવોના અને ભીમ પાંડવોના સેનાપતિ હતા. જોકે પાંડવો કૌરવોનો કચ્ચરઘાણ તો ખૂબ કરતા, પણ ભીષ્મ હોય ત્યાં સુધી જીતવું કઠણ હતું. નવમે દિવસે ભીષ્મે પાંડવોનું ખૂબ નુકસાન કર્યું. અર્જુનને બચાવવા કૃષ્ણે રથને ફેરવવામાં પોતાની

૧૩૯