આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

પ્રતિજ્ઞા પાર પડી. આથી ક્રોધે ભરાઈને કૌરવોએ રાત્રિયુદ્ધ શરૂ કર્યું. કર્ણે જોરથી પાંડવો પર હલ્લો કર્યો, પણ ભીમનો પુત્ર ઘટોત્કચ રાત્રિયુદ્ધમાં કુશળ હતો. એણે કૃષ્ણની સલાહથી રાક્ષસી માયા રચી કૌરવો પર પથરા વગેરેની વૃષ્ટિ કરી ખૂબ ઘાણ વાળ્યો, એટલે કર્ણે એના ઉપર પોતાની અમોઘ શક્તિ નાંખી એનો અન્ત આણ્યો. કર્ણેને એવું વરદાન હતું કે એ શક્તિ જેના ઉપર એ નાંખે તેનો અવશ્ય વધ થાય, પણ એ શક્તિનો એનાથી એક જ વાર ઉપયોગ થઈ શકે. એ શક્તિનો એ અર્જુન સામો ઉપયોગ કરવા ધારતો હતો, પણ કૃષ્ણ આ વાત જાણતા હોવાથી આટલો વખત એ અર્જુનને કર્ણ સામે લડવા દેતા ન હતા. એ શક્તિ ઘટોત્કચ ઉપર વપરાઈ જવાથી અર્જુન એ વિષે ભયમુક્ત થયો.

દ્રોણવધ

બીજે દિવસે દ્રોણે દ્રૌપદીના પિતા તથા ત્રણ ભાઈઓને ઠાર કર્યા. આથી દ્રૌપદીના મોટાભાઈ ધૃષ્ટદ્યુમ્ન તથા દ્રોણ વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. પાંચ દિવસના સતત શ્રમથી થાકી ગયેલા દ્રોણે છેવટે પોતાનાં

૧૪૨