આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

શસ્ત્રો મુકી દીધાં અને ક્ષણવાર સમાધિ લગાવી. તે અવસર જોઈ ધૃષ્ટધુમ્ને દ્રોણનું માથું ઉડાડી નાંખ્યું.

કર્ણ વધ

દ્રોણ પછી કર્ણ સેનાપતિ થયો. એની અને અર્જુનની વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. એ બેમાં કોણ ચઢે એ ઠરાવવું મુશ્કેલ છે. પણ કર્ણ ગર્વિષ્ઠ અને બડાઈખોર હતો. એણે અત્યાર સુધી યુદ્ધમાં દુર્યોધનને ખોટી સલાહ આપી અનેક અકર્મો કરાવ્યાં હતાં. લડાઈમાં એનું દૈવ વિપરીત થયું. એના રથનો ચાક એકાએક એક ખાડામાં પડી ગયો. એને ઉંચકીને બહાર કાઢવા માટે એણે શસ્ત્ર મુકી દીધાં અને અર્જુનને પણ થોડીવાર લડાઈ થોભાવવા કહ્યું. પણ કૃષ્ણે એમ કરવા અર્જુનને ચોખ્ખી ના પાડી. જેણે પદે પદે અધર્મ કર્યો છે તેને આ સમયે સ્વાર્થ માટે ધર્મનું બ્હાનું કાઢવાનો અધિકાર નથી. આથી અર્જુને પોતાનાં બાણ ચાલુ રાખ્યાં. કર્ણ ચાકને કાઢવાં જતાં એક બાણથી વિંધાઈ મરણ પામ્યો.

દુર્યોધન વધ

હવે કૌરવોની પડતી થવા લાગી. દુર્યોધન સિવાય સર્વ ભાઈઓ અને એના ઘણાખરા યોદ્ધાઓ તથા સૈન્ય માર્યાં ગયાં હતાં. છેવટે દુર્યોધનને નાસીને એક ધરામાં

૧૪૩