આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરપર્વ

યુદ્ધ પછીનું કૃષ્ણનું બાકીનું જીવન ઘણુંખરૂં દ્વારિકામાં જ ગયું. યુદ્ધ પછી કૃષ્ણ કેટલાકને મતે ૩૬ અને કેટલાકને મતે ૧૮ વર્ષ જીવ્યા હતા. આ અવધિમાં એમણે અનેક મુમુક્ષુઓને જ્ઞાનનો ઉપદેશ કર્યો; ગો-બ્રાહ્મણની રક્ષા કરી; ગરીબોને દાન આપી તેમનાં દુઃખ ટાળ્યાં. એમાંથી સુદામાની વાત પ્રસિદ્ધ છે.

સુદામા

સુદામા અને કૃષ્ણ સાંદીપનિની શાળામાં સાથે ભણ્યા હતા અને બન્ને ગાઢ મિત્રો થયા હતા. પણ સુદામાનો ગૃહસંસાર ઘણો ગરીબીવાળો થયો. તેથી પત્નીના આગ્રહથી એ એક વાર કૃષ્ણ પાસેથી મદદ

૧૪૮