આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરપર્વ

.

મેળવવાની આશાથી દ્વારિકા ગયા. મિત્રને ભેટ તરીકે આપવા ગરીબ બ્રાહ્મણીએ ક્યાંકથી માગી આણેલા બે મુઠી પૌંઆ સુદામાની પીછોડીએ બંધાવ્યા. કૃષ્ણ રુક્મિણીના મહેલમાં બેઠેલા હતા, ત્યાં સુદામા જઈ પહોંચ્યા. તેને જોતાં જ કૃષ્ણ આનંદથી પલંગ પરથી કુદી પડ્યા. બન્નેની આંખોમાંથી આંસુનાં નીર વહેવા લાગ્યાં. કૃષ્ણે ઉના પાણી વતી સુદામાનાં ચરણો ધોયાં અને તે ચરણોદકને પોતાની આંખે લગાડ્યું. મધુપર્કથી તેની પૂજા કરી અને પોતાના જ પલંગ ઉપર પાસે બેસાડ્યા. બાળપણાની અને વિદ્યાર્થી-અવસ્થાની વાતો કરવામાં બે મિત્રોએ આખી રાત ગાળી. કૃષ્ણે સુદામાની કૌટુમ્બિક સ્થિતિના સમાચાર પૂછ્યા અને ભાભીએ મોકલેલી ભેટ માટે અત્યંત પ્રેમથી માગણી કરી. સુદામાએ લજવાતાં લજવાતાં પૌંઆની નાની પોટલી કાઢી આપી. જાણે અમૃત મળ્યું હોય એમ કૃષ્ણે તેમાંથી મુઠી ભરી વખાણી વખાણી ખાધા. બીજી મુઠી રુક્મિણી વગેરેએ માગી લીધી. બીજે દિવસે કૃષ્ણની સ્ત્રીઓએ સ્નાનાદિક વગેરેથી અને મિષ્ટાન્નથી બ્રાહ્મણનું સારી રીતે આતિથ્ય કર્યું. સુદામા ઘેર જવા નીકળ્યા તે
૧૪૯