આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરપર્વ

.

એની સબીતી તરીકે પરિક્ષિતના પુનરુજ્‌જીવનનું દિવ્ય જણાયું છે. આટલું છતાં યે એમના ઉપર જ્યાં કપટનું આળ ચઢે એવું જણાય છે, ત્યાં તે કાળની યથાર્થ હકીકત સમજવામાં કાંઈક ખામી હોવાનો સંભવ હોવો જોઇયે.

કૃષ્ણના દેહાન્ત પછી વૃદ્ધ વસુદેવ, દેવકી અને કૃષ્ણની પત્નીઓએ કાષ્ઠભક્ષણ કર્યું . બાકીના માણસોને અર્જુન હસ્તિનાપુર લઈ ગયો. કૌરવોનું નિકંદન કરનાર બાણાવલી અર્જુન અવસ્થાથી એને કૃષ્ણના વિયોગથી એટલો બધો નિર્બળ બની ગયો કે રસ્તામાં કેટલાક લૂંટારૂઓ સામે પણ એ સંઘનું રક્ષણ કરી શક્યો નહિ, અને એનું દ્રવ્ય લૂંટાયું. પાંડવોની રાજપ્રતિષ્ઠા અને શાસનમાં કેટલી ઢીલાશ આવી હશે એ આ નાનકડા બનાવમાં તરી આવે છે. યુધિષ્ઠિરે યાદવોના જુદા જ્દા વંશજોને જુદે જુદે ઠેકાણે રાજાઓ બનાવી પોતાની કૃતજ્ઞતા દર્શાવી. પછી પરિક્ષિતને સિંહાસન પર બેસાડી પાંચે ભાઇઓ દ્રૌપદી સાથે હિમાલયમાં ચાલી નીકળ્યા. ત્યાં જ તેમનો અન્ત થયો.

કૃષ્ણના અન્તથી ભારતવર્ષમાં કલિયુગનો પ્રારંભ થયો.



૧૫૧