આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

ગોકુળપર્વ

પૃ. ૯૧, લી. ૫ : આકાશવાણી - ચિત્તમાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનું જ્ઞાન રહ્યું છે એવો યોગીઓનો અનુભવ છે. જેણે પરિપૂર્ણ રીતે સત્ય પાળ્યું છે તેની વાણી ભવિષ્યની હકીકતો વિષે પણ ખરી પડે છે. બીજાઓને પણ એનું ઘણીવાર સ્વાભાવિક સ્ફુરણ થાય છે, પણ કાંઇક અદ્ભુત ઘ્યાન ખેંચાય એવા પ્રસંગ સાથે સ્ફુરણ થાય ત્યારે સામાન્ય માણસો એ જ્ઞાનને ઓળખે છે. કોઇવાર એ ગેબી અવાજના રૂપમાં, કોઇવાર જાગ્રતમાં કે સ્વપ્નમાં કોઇ વ્યક્તિના દેખાવ સાથે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે આકાશવાણી કે દિવ્યદર્શનને નામે ઓળખાય છે.

પૃ. ૧૦૫, લી ૧ : આપણા યુગના... છે. આપણ ઉપર છેક અલ્પ વયથી જ એવા હકલા સંસ્કાર પડવા માંડે છે
૧૫૭