આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

કે આજના કાલમાં આઠદશ વર્ષના બાળકને પણ બ્રહ્મચર્ય વિરોધી વિચારોથી મુક્ત ન ગણી શકાય એવું ઘણાંક અનુભવીઓનું માનવું છે. જે વિષે બાળક અજ્ઞાન છે તે વિષેના વિચારો આપી ઉલટો એને એ વિષય ઉપર વિચારતો કરી મુકવો એ ઠીક નથી એવી ધાસ્તીથી એ વિષે મૌન રાખવું એ તેમને ઉચિત લાગતું નથી. આજના તાત્કાલિક ઇલાજ માટે બ્રહ્મચર્યના સંબંધમાં બાળકોને ચેતવી દેવા એ સલાહ યોગ્ય નહિ ગણાય. પણ એ રોગનો ઇલાજ છે, અટકાવ નથી એ યાદ રાખવું જોઇયે. ખરો ઉપાય તો વાતાવરણ શુદ્ધ કરવામાં , હલકા સંસ્કારો પડે એવા સંજોગોથી બાળકોને દૂર રાખવામાં, તથા નિર્દોષ વ્યવહારનું એમને દર્શન થાય અને બાહ્ય વ્યવહાર પાછળ કોઈ ચોરીનો વ્યવહાર રહ્યો છે એવી એમને ગંધ પણ ન આવે એવી સૃષ્ટી નિર્માણ કરવામાં છે. આપણાં કેટલાંયે કુટુંબોમાં માની બાળકને ઇનામની લાલચ કે છેવટે ધમકી સારી કન્યા ન લાવવાને કે ન મળવા વિષેની હોય છે. બાળકોને કહેવાની આપણી કેટલીયે લોકકથાઓનું સાધ્ય રાજાની કુંવરી જોડે લગ્ન કરાવી આપવાનું હોય છે! જાને પરણવું જીવનનું ધ્યેય હોયની શું? આપણા વિલાસી વિનોદો, રાજસી ભોજનો, હલકી નવલકથાઓ, બીભત્સ નાટકો અને સીનેમાઓ, નફટ જાહેરખબરો કેટલાંયે કોશોર કિશોરીઓનું જીવન પોતાને તેમજ સમાજને શાપરૂપ કરી મુકે છે, એનો વિચાર કરતાં હૃદય કંપી ઉઠે છે. એ લોકકથાઓના કે નવલકથાઓના,

૧૫૮