આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.


નાટકોના કે સીનેમાઓના, ઇતિહાસ સંશોધકો ભલે સંગ્રહ અને સમાલોચના કરે. ધૂળધોયાની માફક એમની પણ જરૂર છે જ. પણ જૂનું સમાજમાં ઓતપ્રોત થયેલું, માટે આપવા જેવું જ એ વિચાર ભૂલ ભરેલો છે.

આપણા ભક્તો પણ એ જ વાતાવરણમાં ઉછરેલા, એમના હૃદયમાંયે સૂક્ષ્મ રીતે વિલાસી વૃત્તિઓનાં બીજ રહેલાં, તે એમનાં ભજનોમાં તરી આવ્યા વિના રહ્યાં નહિ. એમણે કૃષ્ણને સ્ત્રી માટે રીસાતો, સ્ત્રી મળવાની લાલચે મનાતો, ગોપીઓ જોડે સંકેતો કરતો, રાધા જોડે છુપું લગ્ન કરી આવતો એવો બાળક અને વ્યભિચારી યુવાન ચીતર્યો છે અને એ સર્વેનો 'પરમેશ્વરની સર્વ લીલાઓ દિવ્ય અને નિર્ગુણ છે' એ માન્યતા તળે બચાવ કર્યો છે. એ બચાવમાં ખરી નિર્ગુણતા અને દિવ્યતા એમની નિર્વ્યાજ શ્રદ્ધાની જ છે. એ સિદ્ધાંતમાં પોતાની નિષ્કપટ શ્રદ્ધાથી જ એવાં ભજનો રસપૂર્વક ગાતાં છતાં એઓ નિર્ગુણ પદને પામી શક્યા. અસત્યમાંથી સત્યમાં જવાય છે એ ખરૂં, પણ તેથી અસત્ય એ સત્ય થઇ શકતું નથી; તેમ એ સિદ્ધાંતમાંની શ્રદ્ધા મનુષ્યની ઉન્નતિ કરે, પણ તેથી એ સિદ્ધાન્ત અચલ છે એમ ન કહી શકાય.

પાંડવપર્વ

પૃ. ૧૨૩, લી. ૭ : પુરુષમેઘ - જે યજ્ઞમાં બલિ તરીકે માણસને મારવામાં આવે છે તેને નરમેધ-પુરુષમેઘ કહે છે. સર્વોપરિ સ્થાન મેળવવા માટે રાજાઓ તેમજ
૧૫૯