આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.


પૃ. ૧૩૨, લી.૧૧ : કૃષ્ણનું તત્ત્વચિન્તન અને યોગાભ્યાસ - છાન્દોગ્યોપનિષદ્‌માં મનુષ્યજીવનને એક મહા યજ્ઞ કહેલો છે. એ યજ્ઞનું વ્રત ૧૧૬ વર્ષ ચાલે છે. તેમાંના પહેલાં ૨૮ વર્ષ પ્રાતઃ-સવન, બીજાં ૪૪ વર્ષ માધ્યંદિન-સવન અને બાકીના ૪૮ વર્ષ સાયં-સવનનાં છે. એ પ્રમાણે કૃષ્ણે જીવનના પ્રાતઃકાળમાં શારીરિક સંપૂર્ણતા, મધ્યકાળમાં માનસિક અને બૌદ્ધિક સંપૂર્ણતા અને છેવટના કાળમાં આધ્યાત્મિક સંપૂર્ણતા પ્રાપ્ત કરી બતાવીને એ યજ્ઞ પૂરો કર્યો.


યુદ્ધપર્વ

પૃ.૧૪૧, લી.૧૦:ભીષ્મનો અન્ત-ભીષ્મની ઉત્તરાયણ થતાં સુધી બાણશય્યાસેવનની વાત વિદ્યાર્થીએ જાણી લેવી.

પૃ.૧૪૪, લી.૧૯:કૃપ, અશ્વથામાની ચિરમ્જીવમાં ગણના થાય છે:-

अश्वत्थामा, बलि, र्व्यासो, हनुमांश्च, विभीशणः ।
कृपः, परशुरामश्च, सप्तैते चिरंजीविन: ॥

ઉત્તરપર્વ

પૃ.૧૫૫, લી.૩:કપટનું આળ - મને એમ લાગે છે કે કૃષ્ણના જીવનમાં નીચેના સિદ્ધાન્તો ઓતપ્રોત થઇ ગયા હતા:-

(૧) કોઈ પણ માણસની સ્વાભાવિક પ્રકૃતિને પરાણે મરોડવામાં માલ નથી. રાજસી કે તામસી પ્રકૃતિના માણસ
૧૬૩