આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રામ-કૃષ્ણ
[ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના]


પુરુષોત્તમ

શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ વૈષ્ણવ હિન્દુઓના મોટા ભાગના ઉપાસ્ય ઇષ્ટ દેવ છે. બન્નેની પુરુષોત્તમમાં ગણના થાય છે. સામાન્ય રીતે કોઇ પણ સમાજ પોતાના આદર્શ પુરુષમાં કેવાં લક્ષણોની અપેક્ષા કરે છે તે એના દેવ વિષેની એની કલ્પના પરથી જાણી શકાય.

હિન્દુ સમાજની સહજ પ્રકૃતિ કઇ સ્થિતિએ પહોંચવા તરફ છે, કઇ ભાવના સાથે તદ્રૂપ થવા તરફ છે, તે જે દૃષ્ટિએ એ રામ અને કૃષ્ણને ભજે છે તે પરથી જાણી શકાય. એટલા માટે રામ અને
૧૬૯