આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ

કૃષ્ણનાં સ્વરૂપ ઉત્તમ અથવા પૂર્ણ પુરુષ તરીકે કેવાં ભાસે છે તેનો કાંઈક વિચાર કરવો યોગ્ય છે.

મર્યાદા અને
પૂર્ણ પુરુષોત્તમ

કેટલાક સમ્પ્રદાયોમાં રામને મર્યાદા-પુરુષોત્તમ અને કૃષ્ણને પૂર્ણ-પુરુષોત્તમ માનવાનો રિવાજ છે. કેટલાક રામભક્તો એથી ઉલટું માનવાવાળા પણ હોઈ શકે.

મર્યાદા-પુરુષોત્તમ એટલે પુરુષે દૈવી ગુણોના નિકાસમાં અને ધર્મ પરિપાલનમાં જેટલે ઊંચે ચડવું જોઈએ તેટલે ઊંચે જઇને મર્યાદા બતાવનાર: પૂર્ણ-પુરુષોત્તમ એટલે સમાજે ઠરાવેલી ધર્મની મર્યાદાના કેવળ ગુલામ ન રહેતાં પોતાના શુદ્ધ ચિત્તમાંથી ઉપજતા સદ્દસદ્દવિવેકને જે સત્ય, ન્યાય્ય અને ધર્મ્ય લાગે તે જ પ્રમાણે વર્તનાર: - પછી જગતની દૃષ્ટિએ તે તમે તેવું લાગે.

રામ ચડે કે કૃષ્ણ એ કહેવું સાહસ ગણાય. આર્ય પ્રકૃતિના કેટલેક અંશે સમાન અને કેટલેક અંશે ભિન્ન છતાં બન્ને સુંદર સ્વરૂપો છે. જેને જે પ્રકૃતિ પોતાન હૃદયના ભાવિ સાથે વિશેષ મળતી જણાય, તેને તેના ઉપર વધારે ભક્તિ ઉપજવાની.

૧૭૦