આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

રામચરિત્રનું
તાત્પર્ય

જીવન એ એક મહાન અને કઠોર વ્રત છે, આયુષ્યના અન્ત પર્યન્ત પહોંચનારી સિપાહીગીરી છે. પોતાની નિર્દોષ જણાતી અભિલાષાઓને પણ દાબી દઈ, પોતાના મનના ક્લેશોને પોતામાં જ સમાવી દઇ, રાત અને દિવસ પોતાનું સર્વસ્વ જીવનનાં કર્તવ્યો બજાવવા માટે મૂકપણે હોમી દેવું - જેને પોતાનાં તરીકે માન્યા તેમનું પણ એ જીવનયજ્ઞમાં બલિદાન કરવું, એ રામ-ચરિત્રનું તાત્પર્ય છે. રામની પિતૃભક્તિમાં, ગુરુભક્તિમાં, પત્નીવ્રતમાં, બન્ધુપ્રેમમાં, પ્રજાપાલનમાં, - જ્યાં જોઇયે ત્યાં રામ એ જીવનયજ્ઞના યજમાન અને વ્રતધારી જણાય છે. એમણે કદીયે જીવનને રમતગમતનો અખાડો નથી બનાવ્યો. બે ઘડીનાં ગપ્પાંને એમના સમયપત્રકમાં સ્થાન નથી. એમનાથી કે એમની આગળ કદી હાંસીમશ્કરી ન થાય. એમના મુખ ઉપરથી ગમ્ભીરતાની છટા ઉતરે જ નહિ. વસિષ્ઠ, કૌસલ્યા, દશરથ એમનાં ગુરુજનો ખરાં, પણ એમની ધાર્મિકતા, ગમ્ભીરતા અને દૃઢ નિચશ્ચિતતાનો પ્રભાવ એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહિ. કેવી આજ્ઞા કરવી તે એમણે વિચારવું જ

૧૭૧