આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

ન્યાય્ય મનોરથોને પાર પાડીને તથા એમનાં સર્વ વિધ્નોને દૂર કરીને જ એ પોતાના પ્રેમની ખાત્રી આપે.

કૃષ્ણચરિત્રનું
તાત્પર્ય

એટલું જ પરાક્રમ, એટલી જ પિતૃભક્ત, ગુરુભક્તિ, દામ્પત્યપ્રેમ, કુટુમ્બપ્રેમ, ભૂતદયા, મિત્રત્વ અને એટલી જ સત્યનિષ્ઠા, ધર્મપ્રિયતા તથા જીવનની પવિત્રતા વિષે પૂજ્યતા છતાં શ્રીકૃષ્ણને જીવનયજ્ઞ એ એક કઠણ વ્રત નથી, પણ મંગલોત્સવ છે: - અથવા વ્રતોત્સવ [૧] છે. સુખમાં સ્વાસ્થ્યનો આનન્દ છે, તો દુઃખમાં એની સામે લડવાનો આનન્દ છે. મથુરામાં રાજ્યસુખ છે, તો ગોમન્ત ઉપર જરાસંઘને હંફાવવાનો લ્હાવો છે. દ્વારિકામાં વૈભવ છે, તો ગોકુળમાં વાછડાં અને ગોપોની સાથે રમતો છે. કુરુક્ષેત્રમાં કૌરવોના નાશથી અસુરોનો સંહાર થાય છે, તો પ્રભાસતીર્થમાં થતો યાદવોનો સંહાર પણ એવો જ છે. જો એકનો શોક કરવાની જરૂર નથી તો બીજામાં યે શાન્તિ ઢળવા દેવાની જરૂર નથી.


  1. વ્રત છતાં ઉત્સવ


૧૭૩