આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ


અને તેથી કૃષ્ણની સાથે રહેતાં આપણને સંકોચ નથી લાગતો. બાળકૃષ્ણ ધારી આપણે એને ખોળામાં રમાડી શકીયે કે માખણ માટે નચાવી શકીયે, અથવા એના વાછડા થઇ એના પગને ચાટી શકીયે, એ આપણી પીઠ ઉપર પોતાનું માથું ટેકવી કે આપણાં ગળાંને બાઝી હેત કરતો કલ્પી શકીયે. આપણે પવિત્ર હોઇયે કે અપવિત્ર, એ આપણો તિરસ્કાર કરવાનો નથી. આપણે મોકળે મને એના ભાણામાં બેસી જમી લઇયે. આપણે સાથે ફરતાં હોઇયે તો એનાથી મર્યાદા પૂર્વક દૂર ચાલવાની જરૂર નથી. એને ખભે આપણો હાથ અને આપણે ખભે એનો હાથ. રામને પોતાના સારથિ કરવાની સુગ્રીવ કે વિભીષણની કાંઈ હિંમત થાય ? પણ કૃષ્ણને એ કહી શકાય. રામના દરબારમાં જનારે દરબારીની રીતભાત જાણવી જોઇયે, પણ કૃષ્ણના તો ઠેઠ અંતઃપુર સુધી ચીંથરીયો સુદામો પહોંચી જાય અને તેના પ_ક પર ચડી જાય. રામને 'આપ' કહી સંબોધવું જોઇયે, પણ કૃષ્ણ તો 'તું'નો જ અધિકારી. કૃષ્ણની ભક્તિનો રસ આપણે એના દાસ થઇને ન લઇ શકીયે. ઉદ્ધવ જેવો કોઈ દાસ થવા જાય તો તે

૧૭૪