આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

પણ ઠેઠ એના હૃદય સુધી પહોંચાડનારો વિશ્વાસુ મિત્ર બની જાય. સમાનતા સિવાય બીજો હક એ માને જ નહિ. કૃષ્ણના દરબારમાં એક જ જાજમ હોય. એને ત્યાં ડાબે હાથે અમુક અને જમણે હાથે બીજો, એવી શિસ્ત ન હોય. એની પાસે તો ગોળ કુંડાળું કરીને જ બેસવાનું. એની પાસે ગંભીર જ્ઞાનની ગોષ્ટીઓ જ નિરન્તર સાંભળવા મળશે એમ ન કહેવાય; એ તો ગોકુળનાં વાછડાંની 'વાતો' પણ કહેતો હોય. રામનો અગાધ પ્રેમ અન્તેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણના અગાધ જ્ઞાનગામ્ભીર્ય અને ઔદાસિન્ય નિકટ પરિચયથી જ જણાય. 'દેહદર્શી તો એને 'પોતા જેવો સંસારી' જ દેખે*[૧]

કૃષ્ણ આપણા ભક્તિભાવનો ભૂખ્યો છે. અનન્યપણે એની સાથે પ્રેમ બાંધ્યો તો એ આપણી ત્રુટીઓ જોવા નથી બેસવાનો. એ નીભાવી લેશે, સુધારી લેશે અને શીઘ્ર આપણને શુદ્ધ અને શાન્ત કરી મુકશે.


  1. <no wiki>*</no wiki>
    "મુક્તાનંદ કે' હરિજનની ગતિ ન્યારી ;
    એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી."
    દેહદર્શી - શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય આપવાવાળો.


૧૭૫