આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ

ઉપસનાનો
હેતુ

આ રીતે રામ અને કૃષ્ણ બન્ને જુદી જુદી પ્રકૃતિઓવાળી મહાન વિભૂતિઓ છે. જે દેવ જેવા થવા આપણે ઇચ્છીયે તે આપણા ઈષ્ટ દેવ કહેવાય. ઉપાસ્યના જેવા થવું એ ઉપાસનાનો હેતુ. રામ ને કૃષ્ણના ઉપાસકોને રામ અને કૃષ્ણના જેવા થવાની અભિલાષા હોવી જોઇયે: તો જ એની ઉપાસના સાચી.


રામોપાસનાનો
માર્ગ

પણ રામના ઉપાસકને અધઃપાતની ધાસ્તી ઓછી છે. એ તો શુદ્ધ થાય તો જ પોતાના દેવના મંદિરમાં પેસી શકે. એણે પોતાના દેવને પસન્ન કરવા જીવનનએ વ્રત રૂપે સ્વીકાર્યે જ છુટકો. દિવ્ય કસોટી માટે લાયક થવાની સાધના એણે કર્યા જવાની. એને ભ્રષ્ટ થવાનો સંભવ નથી. એ દિવસે દિવસે આગળ જ વધવાનો.


કૃષ્ણોપાસનાનો
માર્ગ

કૃષ્ણની ઉપાસના મોહક છે, પણ સહેલી નથી. સહજાનંદ સ્વામી કહે છે તેમ એની રસિક ભક્તિથી પડી તો ઘણા ગયા છે અને તરી તો કોઈક જ ગયો છે.એનાં બે કારાણો છે: એક તો કૃષ્ણની ગોપી બનીને ભક્તિ કરવાની વિકૃત રીત, અને બીજું જીવનને ઉત્સવ માનવામાં

૧૭૬