આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

એ બાળકને બાળક જેવો, પ્રજાને પ્રજાજન જેવો અને વૃદ્ધને વૃદ્ધ જેવો લાગશે. એ પોતાની સાધુતાનો યાગ કર્યા વિના જગતનાં સર્વ ધર્મ્ય કર્મો કરશે. પરિગ્રહી છતાં અપરિગર્હી જેવો નિર્લેપ અને નિર્ભય રહેશે. કુટુમ્બી છતાં સન્યાસી જેવો એનો વ્યવહાર હશે. અને આટલું છતાં એ રામ-કૃષ્ણના જેવો જ શરીર બળવાન, બુધિમાં તીવ્ર, ગુણે કરીને ઉદાર, પુરુષાર્થી, તેજવી અને પરાક્રમી.

વાચકમાં રામ-કૃષ્ણ જેવા થવા રામ-કૃષ્ણ પ્રત્યે દૃઢ ભક્તિ પ્રગટો. ૐ शम ।





૧૮૧