આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

પૃ. ૧૭૦, લી.૧૩ : શુદ્ધ ચિત્તનો ધર્મ - ચિત્તની શુદ્ધિની તારમ્યતાના પ્રમાણમાં, ચિત્તશુદ્ધિને માર્ગે લાગ્યા પહેલાં પ્રાપ્ત કરેલા શુભાશુભ સંસ્કારની તારતમ્યતાના પ્રમાણમાં તથા પૂર્વશિક્ષણ, પરિસ્થિતિ ઇત્યાદિને લઇને એ ધર્મના નિર્ણયમાં ફરક પણ હોય. પોતાના ખાનગી સુખ માટે, પોતાનાં દુઃખ કે પરિશ્રમ ટાળવાની ઇચ્છાથી અથવા કોઈ પણ મનુષ્ય કે વસ્તુ માટે વધારે ઓછા રાગદ્વેષાદિથી કે મમત્વથી પ્રેરાઈને એ ધર્મ ન કર્યો હોય, એટલું એ સર્વે નિર્ણયોમાં સામાન્ય તત્ત્વ હોવું જોઇયે. સત્ય, અહિંસા, કરુણા એ એ ધર્મની નિર્ણાયક ભાવનાઓ હોય.

પૃ. ૧૭૪થી શરૂ થતો ફકરો: - રામ અને કૃષ્ણનાં ચારિત્રના તાત્પર્યમાં અહીં ભેદ દર્શાવ્યો છે તે ભેદ બે પ્રકરના ભક્તોમાં ઉતર્યો છે એમ કહેવાનો આશય નથી. રામભક્તો તેમને પણ પતિત પાવન, અધમોદ્ધારક, ભાવના ભૂખ્યા,

૧૮૩