આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલકાણ્ડ

સ્તાનની પ્રજાઓ ગાય છે તેમાંના અનેકની વંશપરંપરા ઇક્ષ્વાકુ કુળ સાથે જોડવામાં આવે છે. સગર, દિલીપ, ભગીરથ, [૧] હરિશ્ચંદ્ર, [૨] બુદ્ધ, મહાવીર, [૩] વગેરે ઇક્ષ્વકુ કુળના હતા એવું જણાવવામાં આવે છે.

કોસલ પ્રાન્ત -એટલે અયોધ્યા-ની આજુબાજુના મુલકમાં ઘણાં વરસો સુધી રઘુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમાં દશરથ નામે એક


  1. સગર, દિલિપ, ભગીરથ - રાઘવોના પૂર્વજો. જેમણે અનેક વર્ષો સુધી પ્રચંડ પ્રયત્નો કરી ગંગાને ભારતવર્ષમાં વહેતી કરી. એમાં સૌથી મોટો અને યશસ્વી પ્રયત્ન ભગીરથ રાજાનો હતો. તે ઉપરથી 'ભગીરથ' શબ્દ બહુ ભારે -પ્રચંડ એ અર્થમાં 'પ્રયત્ન'ના વિશેષણ તરીકે વપરાય છે.
  2. હરિશ્ચંદ્ર - સત્યવાદી. આ અને ઉપરની કથાઓ વિષે ખબર ન હોય તો કોઈ પાસેથી જાણી લેવી. પરાક્રમમાં પાછળ હઠવું નહિ, અને એકવાર કરેલી પ્રતિજ્ઞા પ્રાણ જતાંયે તોડવી નહિ, એ રઘુવંશી ક્ષત્રિયોનો કુલધર્મ હતો. रघुकुल रीति सदा चली आइ | प्राण जाय पर वचन न जाइ || (તુલસીદાસ)
  3. ૩*બુદ્ધ,મહાવીર - અનુક્રમે શાક્ય અને જ્ઞાતૃ (ઇક્ષ્વાકુ કુળની બે શાખાઓ)વંશના. એમનાં ચરિત્ર વાંચવાં.