આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

મોહને લીધે દશરથ કુમારોને આવા જોખમમાં નાખવા ઇચ્છતા ન હતા, પણ વિશ્વામિત્રના અત્યંત આગ્રહથી એની માગણી સાંભળ્યા પહેલાં જ એ મંજુર કરવાનું પહેલેથી જ વચન આપી દીધેલું હોવાથી, અને વસિષ્ઠની સમજાવટથી છેવટે રામ-લક્ષ્મણને વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા. વિશ્વામિત્રે તો ખરૂં જોતા આ સાહાય્ય માગવામાં રઘુકુળ ઉપર ઉપકાર જ કર્યો હતો. ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં વિશ્વામિત્ર નિપુણ હતા. એણે બે ભાઇઓને પોતાની સર્વ યુદ્ધકળા શીખવી અને તેમને ઉત્તમ યોદ્ધા બનાવ્યા. એ વિદ્યાના બળથી રામ-લક્ષ્મણે વિશ્વામિત્રના શત્રુઓનો નાશ કરી એમનો યજ્ઞ નિર્વિઘ્ને પાર પાડ્યો. યજ્ઞમાંથી પરવારી વિશ્વામિત્રે બેઉ કુમારોને પ્રવાસ કરાવવા માંડ્યો. અનેક પ્રાન્તોમાં ફેરવી ત્યાંની જમીન, નદીઓ, ઉત્પત્તિ, પ્રજા, તેમના ઇતિહાસ અને રીતરિવાજ વગેરેનું એમણે બેઉ ભાઇઓને સારૂં જ્ઞાન આપ્યું. એમ ફરતાં ફરતાં તેઓ મિથિલાનગરી[૧]માં આવી પહોંચ્યા. ત્યાંના નરેશ જનકને સીતા નામે એક કન્યા હતી. જનક પાસે એક મોટું શૈવ ધનુષ્ય હતું. એ ધનુષ્યને


  1. હાલના દરભંગા આગળ