આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલકાણ્ડ

.

જે ચઢાવે તેને સીતા પરણાવવી એવી જનકે પ્રતિજ્ઞા કરી હતી. અનેક રાજાઓ એ પરીક્ષા આપવા અવી ગયા હતા, પણ ધનુષ્યને ઉંચકી ન શકવાથી લજ્જાયમાન થઇને ચાલ્યા ગયા હતા. વિશ્વામિત્રના કહેવાથી જનકે એ ધનુષ્ય રામને દેખાડવા મંગાવ્યું. વિશ્વામિત્રની આજ્ઞાથી રામે ગુરુને પ્રણામ કરી ડાબા હાથે તેને સહેલાઈથી ઉંચકી લીધું અને જમણે હાથે દોરી ચઢાવવા ગયા, પણ તેમ કરવા જતાં જ તે ભાંગી ગયું. રામચંદ્રના આ પરાક્રમથી જનક અતિશય પ્રસન્ન થયા અને તાબડતોબ દશરથ રાજાને તેડાવવા માણસ મોકલ્યો. અયોધ્યાવાસી આવી પહોંચતાં જનકે રામ-સીતાનાં લગ્ન કર્યાં અને પોતાની બીજી પુત્રી અને બે ભત્રીજીઓ પણ અનુક્રમે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને વરાવી.


પરશુરામ

લગ્નમાંથી પરવારી સર્વે અયોધ્યા આવવા નીકળ્યા. રસ્તામાં એમને ક્ષત્રિયોના શત્રુ પરશુરામ[૧] મળ્યા. એનું શરીર પણ ઉંચું અને જબરૂં હતું. માથા પર જટાનો



  1. પરશુરામ વિષે વિદ્યાર્થીએ વધારે વાતો શિક્ષક પાસેથી સાંભળી લેવી. એની માતાપિતા તરફની ભક્તિ અને અદ્‍ભુત પરાક્રમો સાંભળવા જેવાં છે.