આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

નીમવાના ઉમંગમાં હર્ષભેર પોતાની માનીતી રાણીને મહેલ આવ્યા હતા. પોતાના જ પ્રસ્તાવથી સવારે રામને યુવરાજપદ આપવા નક્કી કરી, અભિષેકને જ દિવસે એને કાંઇ પણ દોષ વિના ચૌદ વર્ષ વનવાસની શિક્ષા કેવી રીતે કરી શકાય ? એક બાજુથી પ્રતિજ્ઞાનો ભંગ અને બીજી બાજુથી અન્યાયી કાર્ય કરવાના સંકટમાં દશરથ આવી પડ્યા.[૧] એમાંથી છુટવા એણે કૈકેયીને ઘણી સમજાવી. એને પગે પડ્યા. એની ધર્મબુદ્ધિ જાગ્રત કરવા પ્રયત્ન કર્યો. રામને આવી આજ્ઞા કરવાથી લોકોનો એમના ઉપર કેટલો અણગમો થાય તેનું ભાન કરાવ્યું. પણ કૈકેયી એકની બે થઈ નહિ, એ આખી રાત દશરથે શોકમાં અને કૈકેયીએ કંકાસમાં ગાળી.



  1. દશરથે આ સુદ્ધાં બે વાર, માગણી કેવા પ્રકારની થશે, એ વ્યાજબી હશે કે નહિ એનો વિચાર કર્યા વિના એ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવાની ભૂલ કરી અને તેથી સંકટમાં આવી પડ્યા. વિચાર્યા વિના કોઇની માગણી સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી શકાય ? અને તેમ કર્યા પછી એ પ્રતિજ્ઞા જાળવવા કોઇ નિર્દોષને અન્યાય કરી શકાય? પ્રતિજ્ઞા કર્યા પહેલાં કેટલો વિચાર કરવો જોઇયે, એ દશરથે શીખવ્યું છે.


૧૩